આ ઘરગથ્થુ ઉપાયથી મોઢામાં પડેલા છાલાની સમસ્યામાંથી મેળવો છુટકારો

મિત્રો, મોઢામા છાલા પડવા એ એક સામાન્ય સમસ્યા છે. આ મોઢામાં પડેલા છાલા એ ખુલ્લા ઘાવ સમાન હોય છે. આ છાલા ની સમસ્યા સાત થી દસ દિવસમાં આપમેળે જ દૂર થઇ જાય છે પરંતુ, તેમછતાજ્યાં સુધી આ છાલા રહે છે ત્યાં સુધી તેમને ખાવામાં ખૂબ જ પીડા થાય છે અને આ અસહ્ય પીડા સહન પણ કરવી પડે છે.
જેમ મોઢામા છાલા પડે ત્યારે જે લક્ષણો અને સમસ્યાઓ દેખાય છે તે જ લક્ષણો અને સમસ્યાઓ જીભ પર છાલા પડે ત્યારે પણ દેખાય છે એટલે કે આ બંને સમસ્યાઓમા લક્ષણો એકસમાન હોય છેપરંતુ, આયુર્વેદમાં જણાવેલા અમુક ઘરગથ્થુ ઉપાયની મદદથી તમે સરળતાથી આ સમસ્યા નું નિદાન કરી શકો છો અને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
આ ઘરગથ્થુ ઉપચાર સંપૂર્ણપણે પ્રાકૃતિક છે, તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેએક કપ ગરમ પાણીમા એક ચમચી નમક ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરો. ત્યારબાદ હવે આ મિશ્રણના તમે કોગળા કરો. ઘણીવાર આ નાનો અને સરળ ઉપાય અજમાવવાથી તમને આ સમસ્યામાંથી તુરંત રાહત મળે છે.
આ ઉપરાંત આ સમસ્યાને દૂર કરવા માટે લવિંગ પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે, તેમા એગ્યુનોલ નામનુ તત્વ સમાવિષ્ટ હોય છે, જે બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો સાથે જોડાયેલ હોય છે. જો તમે આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો એક કપ ગરમ પાણીમાં લવિંગ ઓઇલના ત્રણથી ચાર ટીપા ઉમેરો અને ત્યારબાદ આ મિશ્રણથી કોગળા કરો.
જો તમે આ ઉપાય આખા દિવસમાં ત્રણ થી ચાર વખત અજમાવો તો તમને આ છાલાની સમસ્યામાંથી તુરંત રાહત મળી જશે. આ ઉપરાંત બરફમાં પણ આ સમસ્યાને દૂર કરવા માટેની ક્ષમતા રહેલી છે. તેમા બળતરા વિરોધી ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. તે તમારી જીભના અલ્સર પર દુ:ખાવો અને સોજો ઘટાડવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે.
જો તમે મોઢાના જે ભાગ પર છાલા પડ્યા છે તે ભાગ પર બરફ મુકો અને તેને થોડા સમય માટે તે ભાગ પર રાખીને ત્યારબાદ ત્યાંથી લઇ લો, તો તમને થોડા સમયમા આ સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે. જો તમે ઈચ્છો તો તમે બરફ ની જગ્યાએ આ છાલા ની સમસ્યાને દૂર કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો.
તમે આ ઉપાય દિવસમાબે થી ત્રણ વખત અજમાવો તો તમને તુરંત રાહત મળી શકે છે. હળદર એ છાલા નો સોજો અને પીડા દૂર કરવામાં ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તમે તમારી આંગળીથી આ છાલા પર થોડી હળદર અથવા મધ અથવા દૂધ લગાવો અને ત્યારબાદ તેને થોડીવાર માટે રહેવા દો અને પછી હળવા પાણીથી કોગળા કરો તો આ સમસ્યામાંથી તમને તુરંત રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *