શું તમે જાણો મહિલાઓને ઠંડી વધારે કેમ લાગે છે?

ઠંડી નો મૌસમ હોય અને કોઈને ઠંડી ન લાગે એ બની જ ન શકે એ આપણે માનીએ છીએ અને જે લોકો એ વિચારે છે કે છોકરીઓ અને મહિલાઓને ઠંડી નથી લાગતી તો આ ખુબ જ ખોટું વિચારો છો. તે અમુક સમય સુધી ઠંડી સહન કરી શકે છે પણ પુરુષો કરતા વધારે ઠંડી મહિલાઓને લાગે છે. એટલું જ નહિ લોકો એની મઝાક પણ ઉડાવે છે કે જોવો આને જ બધી ઠંડી લાગે છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ આ વાત વિશે કે મહિલાઓને ઠંડી વધારે કેમ લાગે છે. આજના સમયમાં અમે તમને અમુક વાતોથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. જો તમે એક મહિલા છો અને તમને પણ આ વિશે જાણકારી નથી તો આ ખબર ને જરૂર વાંચો આ જાણકારી તમને ખુબ લાભ આપી શકે છે અને જો તમે પુરુષ છો તો આ જાણકારી તમારી મહિલા મિત્ર, પત્ની, બહેન, માતાની વિશે તમને સજગ કરી શકે છે.

કોઈ મહિલાને ખુબ વધારે ઠંડી લાગે છે તો એની મજાક ઉડાવવા ની જગ્યાએ તમારે આ જાણકારી રાખવી ખુબ જરૂરી છે કોઈ પણ મહિલાને ઠંડી વધારે લાગવી કોઈ નાની વાત અથવા દેખાવો કરવા વાળી નથી. એમ તો બધાનું શરીર અલગ લગ ખાસિયત નું હોય છે કોઈ ને ગરમી ખુબ લાગે છે, કોઈ ને ઠંડી, કોઈને વરસાદથી પરેશાની થાય છે કોઈ કોઈ ને તો ઘઉંથી થાય છે જેનું સેવન કરોડો લોકો રોજ કરે છે. આ તો માત્ર ઠંડી છે પણ આ કોઈ નાની વાત નથી.

જો કોઈ મહિલાને ખુબ વધારે ઠંડી લાગી રહી છે તો એનો અર્થ એ હોય શકે કે તે મહિલા શારીરિક રૂપથી ખુબ વધારે નબળી છે. છોકરાની નબળાઈ એમ પણ આપણને દેખાય જાય છે, પણ મહિલાઓ જો નબળી હોય તો એને બીમારીઓથી વધારે પરેશાની થાય છે.
જો એને લોહીની અછત છે તો મહિલાઓને ઠંડી ખુબ વધારે લાગે છે અને એટલું જ નહિ સૌથી વધારે એના પગોમાં ઠંડી એને મહેસુસ થાય છે એને આ પરેશાની આખો દિવસ અને રાત સહન કરવી પડે છે જેના કારણથી એને આરામ પણ મળી શકતો નથી અને તે સારી રીતે સુઈ પણ શક્તિ નથી.પુરુષો ની સરખામણી માં મહિલાઓ નું શરીર નબળું રહે છે જેના કારણથી એના શરીર માં મેટાબોલિક રેટ ઓછો થઇ જાય છે અને એનું શરીર ઓછુ ગરમ થાય છે અને એને ઠંડી વધારે લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *