જમરૂખ ફળ નથી એક ઔષધી છે, જાણો જમરૂખ ના મોટા આશ્ચર્યજનક ફાયદા

ફળ ખાવાના આપણા જ અમુક ફાયદા હોય છે.આ તો બધા જાણે છે કે ફળો નું સેવન આપણને ફાયદો કરે છે. આ પણ કહેવામાં આવે છે કે આપણે રોજ ઓછામાં ઓછુ એક ફળ નું સેવન તો રોજ જરૂર કરવું જોઈએ. જો તમે ફળ સારી રીતે ખાઈ શકતા નથી તમારી પાસે ખાવાનો ટાઇમ નથી અથવા તમે બહાર નું ખાવાનું વધારે ખાવ છો તો તમારે ફળ નું સેવન વધારે કરવું જોઈએ એ તમને સારું સ્વાસ્થ્ય આપે છે.

આજે અમે એવા જ એક ફળ ની વિશે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આજે અમે વાત કરી રહ્યા છીએ શિયાળામાં સૌથી વધારે પસંદ કરવામાં આવતું ફળ જરુખ વિશે. શિયાળામાં જમરૂખ નું સેવન કરવું એ લગભગ બધા લોકો ને પસંદ હોય છે અને અમુક લોકો આનાથી દુર ભાગે છે બધાની પોતાની પસંદ હોય છે. પણ આજે અમે આના અમુક ફાયદા તમને બતાવશું તો તમે આનું સેવન કરવા માટે પોતાને રોકી શકશો નહિ.

જમરૂખ : જમરૂખનો સ્વાદ ખાટો મીઠો હોય છે. આનો રંગ ક્યારેક અંદરથી ગુલાબી, ક્યારેક લીલા અથવા સફેદ રંગ ના હોય છે. આ ફળ તમને લગભગ કોઈ ના ઘરના બગીચાની શાન વધારતા મળી જશે અથવા પછી માર્કેટ માં ખુબ આસાનીથી મળી જાય છે .

જમરૂખ ના ફાયદા :
જમરૂખનું અંગ્રેજી નામ ( GUAYA ) છે. આના સિવાય જમરૂખ ને જામફળ તથા બઈર્યા પણ કહેવાય છે. આ ફળ ઠંડુ તો હોતું નથી પરંતુ જો તમે આનું સેવન રાત્રે અથવા સાંજે કરો છો તો આ તમને શરદી નું કારણ બની શકે છે.

જમરૂખ નું સેવન કરવાથી માનસિક તણાવ દુર થાય છે આનું સેવન ૬ અઠવાડિયા સુધી દરરોજ કરવામાં આવે તો તમને માનસિક તણાવથી ખુબ આરામ મળે છે.
ચાર અઠવાડિયા સુધી દરરોજ બપોરે એક જમરૂખ ખાવ. એનાથી પેટ સાફ થશે. વધેલી ગરમી દુર થશે, લોહી સાફ થશે અને ફોડલીઓ,ખંજવાળ સારી થઇ જશે. આ તમારા લોહી વિકારને દુર કરી તમારું સ્વાસ્થ્ય બનાવે છે.

જમરૂખ ના પાંદ નું સેવન કરવાથી અથવા જમરૂખ ના પાંદ ને પાણી માં ઉકાળી એનાથી દાંતણ કરવાથી તમારા દાંત ની પરેશાની માં ખુબ આરામ મળશે. સાથે જ તમને જો મોઢામાં દુર્ગંધ ની પરેશાની હોય તો આ પરેશાનીથી પણ મુક્તિ મળી શકે છે.

કફ જેવી ઉઘરસ હોય તો એક જમરૂખ ને આગમાં ભૂસીને ખાવાથી લાભ થાય છે. ઉધરસ હોય તો એક જમરૂખ ને ગરમ રાખમાં રાખીને ખાવાથી ઉધરસ સારી થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *