અનેક બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે ડુંગળીનું સેવન

તમને બધાને ખબર જ હશે કે ઉનાળાના સમયમાં જ ડુંગળીનું સેવન કરવામાં આવે તો ગરમીથી અને લૂથી બચી શકાય છે. સૂર્યના તાપની શરીર પર માઠી અસર થતી નથી. શિયાળામાં તે શરીરને પોષણ આપે છે. ભોજનમાં પણ રુચિ પ્રમાણે ડુંગળીનો ઉપયોગ કરવાથી બધાં જ પોષક તત્વો મળી રહે છે. ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. જે આપણે વિવિધ રોગો સામે રક્ષણ આપે છે.
આપણે ત્યાં ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવાય છે. કારણ કે તે સસ્તી હોવાથી દરેક લોકો તેને ખરીદી શકે છે. આમ પણ તે પોષક તત્વોથી ભરપૂર છે. આજે અમે તમને જણાવીએ કે કેટલાક લોકોએ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે કાચી ડુંગળીના સેવનથી લોકોનો જીવ પણ જઈ શકે છે.
હૃદયની સુરક્ષા માટે :-
જે કોઈ વ્યક્તિઓ કાચી ડુંગળીનું સેવન કરે છે. તેમના બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તથા કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવામાં આવે તો લોહીની બંધ ધમનીઓ પણ ખુલે છે. લોહી ની ગાંઠ પણ ઓગળી જાય છે.
ડુંગળી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને પાચનશક્તિમાં વધારો કરે છે. ડુંગળી ખાવાથી કફ દૂર થાય છે. ડુંગળી યકૃતને ઉત્તેજીત કરે છે. હૃદયની ગતિ માં વધારો કરે છે. તથા થાકને દૂર કરે છે. શરીરને બળ આપવાનું કામ કરે છે.
બ્લડ પ્રેશર માટે :-
કાચી ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. લોહીની બંધ ધમનીઓ ખુલે છે. જેથી હૃદયરોગ થવાની શક્યતા નહિવત્ થઇ જાય છે.
કેન્સર સામે રક્ષણ આપે :-
કાચી ડુંગળીમાં સલ્ફર તત્વની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે. સલ્ફર આપણા શરીરમાં થતાં કેન્સરથી બચાવે છે. સાથે સાથે પેશાબમાં થતાં સંક્રમણની સમસ્યા પણ નહિવત કરે છે.
દાઝ્યા ઉપર :-
ડુંગળીને એક ઔષધી પણ ગણવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે. આથી જ્યારે પણ આપણા શરીરનો કોઇપણ ભાગ દાઝી ગયો હોય તેની ઉપર ડુંગળી ઘસીને લગાવવાથી તેમાં આપણે જલદીથી રાહત મળે છે.
માસિક ધર્મ દરમિયાન :-
પિરિયડ ના સમયે તથા બીજા દિવસે મહિલાઓને પેટમાં દુખાવાની સમસ્યા તથા કમરના દુખાવાની સમસ્યા જોવા મળે છે. આ દિવસોમાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્ત્રીઓએ કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ
ડાયાબિટીસ માટે :-
જે કોઈ વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા લોકોએ કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ. કાચી ડુંગળી ખાવાથી તેમના શરીરમાં રહેલું ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે છે. આથી ડાયાબીટીસના દર્દીઓએ નિયમિત પણ એક કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ
કોલેસ્ટ્રોલ માટે :-
કાચી ડુંગળીમાં એમિનો એસિડ અને મીઠાઈ રહેલું હોય છે. જેથી કોલેસ્ટ્રોલ ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
કબજીયાત માટે :-
જે કોઈ વ્યક્તિ અને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ કારણ કે કાચી ડુંગળીમાં રહેલા સલ્ફરને અને ફાઈબર પેટની અંદર રહેલા ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે. પેટને શુદ્ધ કરે છે. તથા કાચી ડુંગળીમાં રહેલા રેશા પણ પેટની અંદર ખોરાકને બહાર કાઢે છે અને સાફ કરે છે.
ખીલ ઉપર :-
આજના સમયમાં ખોટાં ખાનપાન ને લીધે ખીલની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જો તેનાથી તમારે બચવું હોય તો ડુંગળીનો રસ ચહેરા પર લગાવવાથી એક અઠવાડિયામાં તમને ફરક દેખાવા લાગશે
કફ દૂર કરવા માટે :-
જે કોઈ વ્યક્તિ ને કફ તથા શરદીની સમસ્યા થઇ હોય તેવા લોકોએ તાજી ડુંગળીનો રસ પીવો અથવા ડુંગળીનું સેવન કરવું જેથી કફ દૂર થશે અને શરદીમાં પણ રાહત થશે.
તાવ આવે ત્યારે :-
જ્યારે કોઈ વ્યક્તિ અને એક ધારો તાવ આવતો હોય ત્યારે તેના પગમાં ડુંગળી નો ટુકડો મૂકી ઉપરથી મોજું પહેરાવી દેવું. આથી ડુંગળી તેમના શરીરમાં રહેલા ટેમ્પરેચરમાં ઘટાડો કરે છે. થોડા જ સમય ઓછો થતો જોવા મળે છે.
છાલા ઉપર :-
જે કોઈ વ્યક્તિ અને પગમાં છાલા પડી ગયા હોય. ડુંગળી નો રસ લગાવવો જોઈએ. ડુંગળીનો રસ લગાડવાથી તેમના પગમાં પડેલા છાલાનાં થોડા જ દિવસોમાં રાહ જોવા મળશે.
નાકમાંથી લોહી પડવું :-
જે કોઈ વ્યક્તિ ને નાકમાંથી લોહી પડતું હોય તેવા લોકોએ ડુંગળીને સૂંઘવાથી પણ લોહી નીકળતું બંધ થશે. સાથે જ હરસ-મસાની સમસ્યા હોય તો તમારે સફેદ ડુંગળીનું સેવન કરવું જોઇએ. તેથી તમારી આ સમસ્યા દૂર થશે.
લીવરની સમસ્યા અને એનીમિયાની સમસ્યા હોય :-
લીવરની સમસ્યા અને એનીમિયા ની સમસ્યા હોય તેવા લોકોએ ક્યારેય પણ ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં. જે લોકોની સમસ્યા હોય તેવા લોકો માટે કાચી ડુંગળીનું સેવન કરવામાં આવે તો તે ઝેર સમાન ગણાય છે. અને કાચી ડુંગળીનું સેવન કરવાથી તે લીવરની સમસ્યામાં વધારો કરે છે.
આજે જો તમે કાચી ડુંગળીનું સેવન કરી રહ્યા હોય તો આજે જ બંધ કરી દેજો તથા જે લોકોને એનિમિયા હોય તેવા લોકોએ પણ ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *